અષાઢ સુદ પૂર્ણિમા કે જે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે શિષ્ય ગુરુ પ્રત્યે પોતાનો સમર્પણનો ભાવ રજુ કરે છે. ભારતીય સંસ્કૃતિની અનેક વિશેશતાઓમાં અનન્ય છે ગુરુ શિષ્ય પરંપરા. આ જ પરંપરાના માર્ગદર્શક સંતજનોએ ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુનું માહત્મ્ય ‘ધર્મદર્શન’ માટે વ્યક્ત કર્યું છે.
ગુરુપૂર્ણિમા ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો એક પવિત્ર અવસર છે. તો આ અવસર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ એટલાજ ભાવ અને શ્રદ્ધા સાથે આત્મીય વિદ્યામંદિરમાં શૈક્ષણિક વર્ષ 2011-2012માં તારીખ 16-07-2011 ને શનિવારના રોજ ઉજવવામાં આવ્યો. આ દિવસે સાંજના 4:30 થી 6:30 ના સમય દરમ્યાન સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉજવવામાંઆવી હતી. જેમાં પ.પૂ.કોઠારી સ્વામી, સુહ્રદ સ્વામી, પ્રભુદર્શન સ્વામી, વંદનસ્વામી, યોગી સ્વામી વગેરે સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવ્યો હતો. તેઓનું સ્વાગત સમગ્ર આત્મીય પરિવાર વતી ધોરણ 6 માં અભ્યાસ કરતા ભૂલકું સર્વનમનભાઈ તથા ભૂલકું આત્મીયભાઈએ કર્યું હતું. ત્યારબાદ પ્રભુદર્શન સરના એન્કરીંગ હેઠળ સર્વે સંતોનું પુષ્પમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોમનાથ સર તથા તેમની સાથેના બાળકલાકારોએ સુંદર શ્ર્લોક સાથે પ્રાર્થનાની શરૂઆત કરી હતી અને સોમનાથ સરે ગુરુભક્તિ પર સુંદર ભજન ગાયું હતું.
No comments:
Post a Comment