Wednesday, February 27, 2013

પ્રજ્ઞા પ્રવૃત્તિ


ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !
આખાયે આકાશનો એ બદલે જાણે રંગ.
દોરી મૂકું છુટ્ટી તો જાતો એ આકાશ;
એના મનમાં જાણે પહોંચું પ્રભુજીની પાસ.
પતંગ પણ આપણને કંઈક સંદેશ આપીને જાય છે. આકાશમાં ઉડતો પતંગ એ આનંદનુ પ્રતિક છે. પતંગો પાછળ સમજવા જેવુ જ્ઞાન છુપાયેલું છે. ઘણા પતંગો દિશા વગર ગમે ત્યાં ઉડીને ફાટી જાય છે. તેમ કોઈ દિશા વગરનું જીવન પણ વેર-વિખેર થઈ જાય છે.  અઢ્ઢો જો અક્કડ હોય તો તે સારી રીતે ઉડી શકતો નથી, તેવી જ રીતે આપણે જો જીવનમાં ઉંચાઈઓ પર પહોંચવું હોય તો નમ્ર બનવુ પડશે. જેમ પતંગને આકાશમાં ઉડાવીએ ત્યારે ઉડાવનારા હવા પ્રમાણે દોરાને ઢીલ આપીને પોતાનો પતંગ સાચવવો પડે છે, તેવી જ રીતે આ આકાશરૂપી દુનિયામાં આપણું મન પણ વિવિધ પરિસ્થિતિમાં ડોલમડોલ થતું રહે છે, જે એ પરિસ્થિતિમાં પોતાના મન પર કાબૂ મેળવીને આગળ વધી જાય છે એ જ મનુષ્યનું જીવન યથાર્થ સાબિત થાય છે. 


         આ વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ધોરણ 5 ના નાના નાના ભૂલકાંઓએ વિવિધ આકારની પતંગોનું હર્ષોત્સાહ સાથે સર્જન કર્યું હતું. તેમજ ઉત્તરાયણના પર્વનું માહાત્મ્ય સમજી સાચા અર્થમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.
તો પછી તૈયાર રહો ઉત્તરાયણમાં પેચ લડાવવા... પેચ કાપવા... હેપ્પી ઉત્તરાયણ.
ગૌતમ સર 
(ગુજરાતી શિક્ષક)

No comments: