Wednesday, February 27, 2013

"પાંચ દાણા"


‘પાંચ દાણા’ આ બોધકથા ભાષાશિક્ષણ અને વ્યવહારબોધનો ઉત્તમ નમૂનો છે. જેમાં એક શેઠ પોતાના ચાર દીકરાઓની વહુઓની આવડત અને વ્યવહારકુશળતા જાણવાની ઈચ્છા રાખે છે. આ માટે શેઠ દીકરાઓની વહુઓને અનાજના પાંચ પાંચ દાણા આપી, દાણાને સાચવી રાખવાનું જણાવે છે. થોડા સમય પછી જ્યારે તેઓ પોતાના દીકરાઓની વહુઓ પાસે પેલા પાંચ દાણા માંગે છે ત્યારે શેઠને તે વહુઓની સૂઝ, સમજ, આવડત, હોશિયારી અને વ્યવહારકુશળતાનો ખ્યાલ આવે છે.



તેવી જ રીતે ધોરણ 7 ના વિદ્યાર્થીઓએ વિવિધ અનાજની વિશેષ માહિતી મેળવી અને પોતાની સૂઝ, સમજ અને આવડતથી અનાજના દાણાને વિવિધ આકારમાં ગોઠવી કલ્પનારૂપ સર્જન આપ્યું હતું.

ગૌતમ સર
ગુજરાતી શિક્ષક 

No comments: