વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે. દેશમાં વિવિધ પ્રદેશો છે, એ પ્રદેશોમાં વસતા લોકોનાં પહેરવેશ, ધર્મ, ભાષા, રીતરિવાજમાં ભાતીગળ ભિન્નતા જોવા મળે છે. ‘સમગ્ર ભારત એક છે અને આપણે બધાં ભારતીય છીએ’ એ ભાવના પ્રાચીન કાળથી પોષાતી આવી છે. ભારતની આ સામાજિક, સાંસ્કૃતિક અને ભાવાત્મક એકતા ઝનૂની પરદેશીઓનાં આક્રમણો સામે પણ અખંડિત જ રહી છે. રાષ્ટ્રભાવનાની કેળવણી દ્વારા, આપણે રાષ્ટ્રીય એકતાનો પાયો વધુ મજબૂત રાખી શકીશું. સાહિત્યકારો, શિક્ષણકારો, સમાજસેવકો તેમજ નેતાઓ રાષ્ટ્રભક્તિનો વિકાસ સધાય એવું વાતાવરણ સર્જી શકે છે. રેડિયો, દૂરદર્શન તેમજ ફિલ્મનિર્માતાઓ પણ નોંધપાત્ર ફાળો આપી શકે છે.
આ જ હેતુને ધ્યાનમાં રાખીને આત્મીય વિદ્યા મંદિરના ધોરણ-6 ના ભૂલકાઓએ ભારતમાં વસતા દરેક ધર્મના ધર્મપ્રતિકો બનાવી વિવિધતામાં એકતાની ભાવના વ્યક્ત કરી હતી.
પ્રેરણા: ગૌતમ સર
No comments:
Post a Comment