Friday, November 21, 2014

Music Intelligence Competition 2014-15

“ગાજે અતિશેય ઘેરો અંતર નાદ અનેરો
દાસાનું દાસ તેરો અંતર નાદ અનેરો”

‘સત્યમ્’ વાદનથી આત્મીય ભૂલકુંનાં ‘શિવરૂપી’ અંતર નૃત્યથી તથા ‘સુહ્લદ’ ભાવથી કરેલી “નાદ બ્રહ્મ” ઉપાસનાની ‘સુંદર’ પ્રસ્તુતી થઈ હતી. આ પ્રસ્તુતીથી આત્મીય વિદ્યા મંદિરના વાતાવરણમાં એક અનાહદ નાદ બ્રહ્મ ઉત્પન થયો હતો. અને એ “નાદ બ્રહ્મથી” એક અનોખી કલાની ઝાંખી થઈ હતી. અને ભૂલકુંનાં “નાદ બ્રહ્મથી” સમસ્ત આત્મીય પરિવારને મંત્રમુગ્ધ કર્યું હતું.

સૌ પ્રથમ તો સંગીતની ઉપાસનાથી થતા ફાયદા વિશે જાણીએ. સંગીતના માધ્યમથી ઈશ્વરપ્રાપ્તિ થાય છે. એ વાત તો સત્ય છે જ, પરંતુ સંગીતના માધ્યમથી અનેક જીવલેણ રોગ પણ દૂર થાય છે. આવો, એના વિશે થોડું જાણીએ.

અનેક વિદ્ધાનોના વૈજ્ઞાનિક સંશોધનો રૂપી જાણવા મડ્યું છે કે રાગ-રાગીણી ગાવા તથા સાંભળવાથી અનેક નાના-મોટા તથા જીવલેણ ગંભીર રોગોમાંથી અચૂક છુટકારો મળે છે. આવો જાણીએ એવા સિદ્ધ રાગ-રાગિણી વિશે,
  • રાગ આશાવરી: આ રાગથી લોહીનું એક સમાન ગતિમાં પરિભ્રમણ કરે છે.
  • રાગ દિપક: આ રાગથી પાચનક્રિયા અને પેટના રોગો દૂર થાય છે.
  • રાગ તોડિ, રાગ અહિરભૈરવ, રાગ પુરીઆ: આ રાગથી કબજીયાત, ગેસ તથા તાવ દૂર થાય છે.
  • રાગ દરબારી, રાગ કાનડા, રાગ જૈજૈવંતી, રાગ સોહની: આ રાગોથી માથાનો દુખાવો તથા ગંભીર રોગો દૂર થાય છે.
  • રાગ જૌરવી: આ રાગથી અસ્થમા, શરદી, કફ તથા ટી.બી અને સાઈનોસાઈટીઝ દૂર થાય છે.
  • રાગ હિંડોળ: આ રાગથી સ્મરણશક્તિ અને એકાગ્રતા આવે છે.
  • રાગ પુરીઆ: આ રાગથી અનિંદ્રા દૂર થાય છે.
આ છે આપણા ભારતીય શાસ્ત્રીય ગાયન તથા વાદનથી થતા ફાયદા અને શાસ્ત્રીય સંગીતને જાગ્રત રાખવા તથા વેગ આપવા આપણા આત્મીય ભૂલકાંઓએ કરેલી સાધના વિશે જાણીએ.

કક્ષા 1 થી 3: 1 થી 3 નાં ભૂલકુંઓને તેમનાં ગુરૂ દ્વારા ઈલેક્ટ્રોનિક વાદ્ય (ઓર્ગન) તથા હારમોનિયમ પર સુંદર ભજનની ધૂન ઓળખીને તે ભજન શબ્દો તથા તેનો અંતરો ગાઈ બતાવાનો હતો ને આ નાના નાના ભૂલકુંઓએ ફક્ત 8 સેકન્ડમાં વાગતાની સાથે સુંદર રીતે ઓળખી બતાવ્યો હતો અને ભજન મનથી નહિ પરંતુ હ્લદયથી તેને હ્લદયમાં વસાવે છે તે સાબિત થયું હતું.

કક્ષા 4 થી 6: આ ભૂલકુંઓએ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ઊચ્ચ કોટીના કલાકારો ધ્વારા વાદન થતી શરણાઈ, વાંસળી, તબલા, ઓક્ટોપેડ, પખાવજ, જલતરંગ, સંતૂર, વાયોલીન, રુદ્રવીણા, સરોદ, ડ્રમસેટ, સારંગી જેવા વાધ્યોનું વાદન કોમ્પ્યુટર ધ્વારા તેમને સંભળાવવામાં આવ્યું હતું અને તે સાંભળી ફ્યુજનમાં કે તેમનાં એકાંકિ વાદનમાં કયા વાધ્યનું વાદન થાય છે તથા તે જણાવવાનું હતું. આ સુંદર પ્રસ્તુતિમાં દરેક ભૂલકુંએ ખૂબ જ સુંદરતાથી વાધ્ય તથા વાદનકારને ઓળખી હિન્દુસ્તાની સંગીતને જીવંત રાખવાનું તથા તેને વેગ આપવાનું કાર્ય કર્યું હતું.

કક્ષા 7 અને 8: આ ભૂલકુંઓએ તેમના ગુરુ ધ્વારા 4 લાઈનના સુંદર આધ્યાત્મિક શબ્દોને સંગીત રૂપી નવું રૂપ રંગ આપવાનું હતું એટલે કે કોઈપણ રાગમાં કે કોઈપણ સ્વરમાં તેને કંપોઝ કરી પ્રસ્તુત કરવાનું હતું. આ પ્રસ્તુતિમાં ભૂલકુંઓએ શીખ્યા વગર પોતાની સૂઝ અને સમજ પ્રમાણે આધ્યાત્મિક શબ્દોને કંપોઝ કરી સુંદર પ્રસ્તુતી કરી હતી.

કક્ષા 9 અને 10: આ ભૂલકુંઓએ સૌ પ્રથમ વાધ્ય પર એટલે કે ડફ અને ટ્રીમ્બાલી પર 4 બીટ અને 8 બીટમાં વાદન કરવાનું હતું. તેમા એક સમાન લયને ધ્યાનમાં રાખી તેના જુદા જુદા પ્રકારો જુદી જુદી લયકારી અલગ અલગ તિહાઈઓ તથા તેમના ગુરુ ધ્વારા બોલવામાં આવેલા બોલને તેજ લયમાં તથા તેજ અંદાજમાં તેવાજ સમયે તથા તેવીજ લયકારી સાથે વાદનકરી એક સુંદર પ્રસ્તુતી કરી હતી અને ત્યારપછી કોઈ એક ભૂલકું ધ્વારા એક વાધ્ય પર અને બીજી બાજુ તેમના ગુરુ ધ્વારા એક વાધ્ય પર ગુરુ સાથે સંગતી કરી હતી. તે સંગીતમાં ભાંગડા, લાવણી, ટપ્યા, ગરબા, હિંડોળ, ઘુમ્મર, નાસિક ઢોલ આવી અનેક રીધમ અને જુદી જુદી લયકારી તેમના ગુરુ ધ્વારા વાદન કરવામાં આવી હતી. અને તેજ રીધમ તેજ લય સાથે અને તેવીજ લયકારી સાથે ભૂલકું ધ્વારા વાદન કરી સુંદર જુગલબંદિ જોવા મળી હતી. આત્મીય વિદ્યા મંદિરમાં એક અનોખું બ્રહ્મનાદ ઉત્પન્ન કર્યું હતું. અને તેને નીહાળતા ભૂલકા તથા શિક્ષકગણ તથા સમસ્ત આત્મીય પરિવારે લય તથા તાલ સાથે સાથ આપી આનંદ માણ્યો હતો.

અંતરના આત્મીય નાદ સાથે આજે સુહ્લદભાવથી સત્યમ, શિવમ અને સુંદરમના સંગત સાથે આત્મીય વિદ્યા મંદિરના ભૂલકાઓ ધ્વારા ફરી એકવાર નાદબ્રહ્મ ધ્વારા સંગીતના માધ્યમથી ઈશ્વરની ઝાંખી જોવા મળી હતી.
લેખક: જૈમીન સર (સંગીત શિક્ષક)

No comments: